karuna abhiyan, કરુણા અભિયાન : ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કેટલાક પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે, અને સેંકડો પક્ષીઓને ઇજા પહોંચતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્દોષ પક્ષીઓને જીવનદાન અપાતું કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર એ આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપતા જનતા જોગ અપીલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અન્વયે સમગ્ર રાજ્યમાં જીવ દયા એ જ પ્રભુ સેવા ના મંત્ર સાથે ઉતરાયણના પર્વ દરમિયાન ગવાયેલા પક્ષીઓને બચાવવા માટે અને સારવાર અર્થે રાજ્ય વ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને કામગીરી કરશે. રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર અર્થે એનીમલ હેલ્પલાઇન નંબર 1962 શરૂ કરવામાં આવેલું છે.
કરુણા અભિયાન હેલ્પલાઇન નંબર 1962.
કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રત પક્ષીઓને સારવાર માટે કરુણા 1962 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરામાં કોઈપણ પક્ષી ઘાયલ થયેલું જોવા મળે તો કોઈપણ વ્યક્તિ આ નંબર ઉપર કોન્ટેક કરી તેનો જીવ બચાવી શકે છે. આ અભિયાન અંતર્ગત તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ડોક્ટરની સાથે હાજર થશે અને ઘાયલ થયેલ પક્ષીને તાત્કાલિકસારવાર મળશે.
આને પણ વાંચો: નવી રાશન કાર્ડ ની યાદી 2025 જાહેર, ચેક કરો આ યાદીમાં તમારું નામ બીપીએલ યાદીમાં આવ્યું છે કે નહીં?
ઉતરાયણ ના પર્વમાં આપણી મજા અન્ય માટે સજા ન બને તે રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવી જરૂરી છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પતંગના દોરા નો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણી વાર સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થતા હોય છે. જેથી આ ઉતરાયણમાં આપણે જ્યાં ત્યાં દોરાને ફેંકી ન દઈએ અને તેનો યોગ્ય રીતે નિકાલ કરીએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે ઘણીવાર તેનો જીવ પણ જાય છે. ત્યારે આ ઉતરાયણ 2025 માં વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉતરાયણ ની ઉજવણી કરીએ.
ઉતરાયણ ના પર્વ દરમિયાન ને તમને કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે પતંગના દોરાથી ઘાયલ થયેલો પક્ષી ક્યાંય પણ તમને જોવા મળે તો તમે કરુણા અભિયાન અંતર્ગત 1962 ડાયલ કરી અને તે પક્ષીનો જીવ બચાવી શકો છો.
તમારા દરેક ગ્રુપમાં આ મેસેજને વધુને વધુ આગળ શેર કરી તમામ લોકો સુધી આ હેલ્પલાઇન નંબર પહોંચાડવામાં મદદ કરો.
આને પણ વાંચો
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે એન એમ એમ એસ શિષ્યવૃતિ જાહેર : મળશે 48000 ની શિષ્યવૃતિ.
मेरे ब्लॉग में आपका स्वागत है, जहाँ आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।
मेरा मानना है कि जानकारी शक्ति है, और इस ब्लॉग के माध्यम से मैंने जानकारी को सरलता से, स्पष्ट रूप से और स्पष्टीकरण के साथ व्यक्त करना अपना लक्ष्य बना लिया है। यह आपके सपनों को साकार करने की दिशा में आपका पहला कदम होगा!
2 thoughts on “કરુણા અભિયાન : મકરસંક્રાંતિની મજામાં ભોગ બનતા નિર્દોષ પક્ષીઓ માટે જીવનદાન એટલે કરુણા અભિયાન.”