Mini Goa Daman: ચાલ મન ક્યાક દૂર, ગુજરાતીઓના દિલ ડોલવતું સ્થળ; પ્રવાસીની પહેલી પસંદ

Mini Goa Daman: મિનિ ગોવા દમણ: Daman Beach: બાળકોને વેકેશન પડી ગયું છે અને દિવાળીનો તહેવાર પૂર્ણ થયા પછી લોકો ફરવા માટે નીકળી પડતાં હોય છે. જેમાં પર્વત, નદીઓ, ઝરણા, એડવેંચર, વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. પણ ગુજરાતી પ્રજાને દરિયા કિનારો તો દીવ, દમણનો ગમે છે. લોકો રજાઓમાં ફરવા નિકરલી પડે છે. ત્યારે દમણ એ પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. તેથી ગોવા તો દૂર થઈ જાય પણ લોકોનો વધારો ધસારો રહે તેથી મિનિ ગોવા તરીકે દમણ પ્રખ્યાત પામ્યું છે. આવો જોઈએ વધુ માહિતી.

Mini Goa Daman

દિવાળીના તહેવારમાં લોકો કઈક ને ક્યાંક ફરવા નીકળી પડતાં હોય છે. લોકો પરિવાર અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરે છે. તેમાં પણ હિલ સ્ટેશન અને બીચ જેવા સ્થળો વધુ પસંદ આવે છે. છેલ્લા કેટલાક સમયથી વલસદને અડીને આવેલું નાનકડું દમણહવે પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દમણની કાયા પલટ કરી દેવામાં આવી છે. જેમાં દમણનો બીચ અને C રાઇડ્સ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મિડલ ક્લાસ લોકો માટે મિનિ ગોવા દમણ પહેલી પાસસ્ન્દ બની ગઈ છે. અને મોટી સંખ્યામાં પ્રવસીઓ ધસી આવે છે.

મિનિ ગોવા દમણ

એક બાજુ શાંત દરિયો અને બીજી બાજુ આથમતો સૂર્ય. પવનની ઠંડી લહેરો, આ નયનરમ્ય નજારો જોતાં જ દિલ ખૂશ થઈ જાય છે. અને આ નજારો દમણનો છે. દરિયા કાંઠે આવેલો હોવાથી આ નાનકડો સંઘ પ્રદેશ દેશભરમાં પ્રખ્યાત થયો છે. અને આખા દેશ માથી પ્રવાસી ફરવા માટે આવે છે.

જોવાલાયક સ્થળો

દમણમાં આવેલ દેવકા, જમ્પોર, લાઇટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઑ તેમજ ચર્ચ પ્રવાસીઓ માટે ફરવાનું કેન્દ્ર બની ગયું છે. દમણ બીચની હવે કાયા પલટ કરી દેવામાં આવી છે. આની પહેલા ફક્ત સસ્તી બીયર અને દારૂ માટે જાણીતું દમણ હવે પ્રવસીને વિશ્વ કક્ષાનું બીચ પૂરું પડી રહ્યું છે. આથી જ દમણને મિનિ ગોવાની ઉપમા આપવામાં આવી છે.

 

સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો

પ્રવાસીઓને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ તેમજ જમ્પોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડ્સની સાથે સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા માટે આવે છે. અને હાલ પણ દિવાળીનો તહેવાર અને વેકેશન હોવાથી મોટી સંખ્યા પર્યટકો પરિવાર સાથે દમણમાં ઉમટી પડે છે. અને સુંદરતાને મન ભરીને માણી શકે છે.

મિનિ ગોવાનો આભાસ

અગત્યનું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલું છે. તેમજ દરિયાની સુંદરતાને લીધે દેશભરમાં જાણીતું છે. આથી ગુજરાત અને નજીકના રાજયોના પ્રવાસીઓ દરિયાની મજા લેવા માટે ગોવાને બદલે દમણને વધુ પસંદ કરે છે. આથી જ દમણના દરિયા કિનારે જતાં મિનિ ગોવાનો આભાસ થાય છે.

મહત્વ પૂર્ણ લિન્ક

હોમ પેજ અહીં ક્લિક કરો
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરો અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોઇન થાઓ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *