રેશન કાર્ડ આપણા માટે ખૂબજ જરૂરી છે. આપણે જાણીએ છીએ છે કે હાલમાં રેશન કાર્ડ નો ઉપયોગ આપણે અનાજ ની દુકાને તો કરીએ છીએ છે પરંતુ તેનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ છે હાલમાં દરેક દસ્તાવેજો ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનુ ખુબજ જરૂરી બની ગયું છે આપણે પાન કાર્ડ સાથે અનેક ડોક્યુમેન્ટ ને આધાર સાથે લિંક કરવાનુ ખુબજ જરૂરી છે.
હાલમાં ભારત સરકાર દ્વારા ‘વન નેશન વન રેસન’ ની યોજના ચાલી રહી છે. વન નેશન વન રેશન થકી આપણે દેશની કોઈપણ દુકાનેથી અનાજ મેળવી શકીએ છીએ. જેનાથી ગ્રાહક ને ખૂબજ ફાયદો થાય છે.
• આ રીતે રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરો
• સૌ પ્રથમ તમારે uidai.gov.in ની વેબસાઇટ પર જાઓ. અને તેમાં start now પર ક્લિક કરો.
• અહી તમારે રાજ્ય જિલ્લા પ્રમાણે સરનામું ભરવાનુ રહેશે.
• અહી તમે ration card benefits પર ક્લિક કરો.
• અહી તમે આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર વગેરે માગ્યા મુજબ વિગતો ભરો.
• તેમાં તમારી સંપૂર્ણ વિગત ભર્યા પછી મોબાઈલ નંબર પર Otp આવશે. Otp નાખ્યાં પછી તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયા નો મેસેજ આવશે.
આ સરળ રીતે તમે રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો.