કોરોના કાળ માં આ વેલ છે ગરીબો નાં ઘર ની ડોક્ટર જે 70 જેટલા રોગો ને મૂળમાંથી મટાડે છે. જાણો આ ગળો વિશે.

આ વેલ સામાન્ય રીતે જંગલો અને વન વગડામાં તેમજ ખેતરોમાં જોવા મળે છે તેમાં કડવા લીમડા ઉપર જોવા મળતી આ વેલ ગળો ઉત્તમ હોય છે . જેને આપણે સામાન્ય રીતે ગળો કહીએ છીએ.

ગળો એક પ્રકાર ની વેલ છે જેના પાંદડા ઝાડ નાં પાંદડા જેવા હોય છે. જે તેટલા જ ગુણકારી હોય છે. કે જેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આર્યુવેદ માં ગળો ને તાવ માટે એક ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે.

ગળો નો રસ પીવાથી શરીર માં શરીર માં થતી જુદી જુદી બીમારીઓ નાસ થાય છે. ગળો નાં પાંદડામાં કેલ્સિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે તે તાવ કફ અને પિત્ત નાશક હોય છે. કે જે આપણા શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટી બાયોટિક અને એન્ટી વાઈરસ તત્વ મળી આવે છે.

જેનાથી શરીર નાં સ્વાસ્થ્ય ને લાભ મળે છે. એટલે જ તેને ગરીબ નાં ઘર ની ડોક્ટર ગણવામાં આવે છે.અને સામન્ય રીતે તે ગામડાઓ માં મળી આવે છે.

ગળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
ગળો આપણા શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગળો એન્ટી ઓક્સિડન્ટ નાં જુદા જુદા ગુણ મળી આવે છે. જેનાથી શારીરિક સ્વાસ્થય જળવાય રહે છે.

તાવ સામે લડવામાં ઉત્તમ ઔષધિ છે
ગળો એ તાવ માટે ની ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. ગળો આપણા શરીર માં થતી જીવલેણ બીમારીઓ થી રાહત આપે છે. મેલેરીયા નાં દર્દી ને મધ અને ગળો નો રસ આપવામાં આવે તો રાહત મળે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત
ગળો નાં કારણે પાચન ક્રિયા સૈયમિત રહે છે. જુદા જુદા પેટ નાં રોગો ની તકલીફો દૂર કરે છે. આપણા પાચન તંત્ર ને નિયમિત કરવામાં એક ગ્રામ ગળો નો પાવડર અને થોડા એવા આંબળા નાં પાવડર સાથે નિયમિત રીતે લેવામાં આવે તો ખૂબ જ ફાયદો કરે છે.

કફ નો પણ ઈલાજ છે ગળો
કફ નો ઈલાજ કરવામાં જો ગળો ને છાછ સાથે ભેળવીને આપવાથી કફમાંથી રાહત મળે છે.

ડાયાબિટીસ નો ઉપચાર છે.

જો તમારા શરીર માં લોહીમાં સુગર નું પ્રમાણ વધુ હોય તો ગળો નો રસ નિયમિત રીતે પીવામાં આવે તો સુગર નું પ્રમાણ કંટ્રોલ માં આવે છે.અને લોહી ના ઊંચા દબાણ ને નિયમિત કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *