મિત્રો તાંત્રિક વિધિમાં અંધ બનેલો એક પિતા કે જેણે પોતાની જ ૧૪ વર્ષની દીકરીનું ગળું કાપીને બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી.
બાતમી મળતા જ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ધાવા ગીર ગામમાં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ કે જે સુરતમાં રહેતા હતા પણ છેલ્લા છ મહિનાથી ગામડે જતા રહ્યા હતા.
તેણે પોતાની 14 વર્ષની બાળકી કે જે ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી તેને આઠમાં નોરતા એ રાત્રે તેના પિતા દ્વારા જ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી પરંતુ આ વાતની પુષ્ટી થઇ શકી નથી.
પોલીસને તપાસ કરતા શેરડીના વાડમાંથી બે બાસ્કા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે.
આ ઉપરાંત બાસ્કાની અંદર કપડાં અને રાખ જોવા મળી. જોકે હજુસુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
પોલીસ દ્વારા અને મામલતદાર દ્વારા અન્ય લોકોને પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ તાલાળા પોલીસે ગુમસુદા બાળકીના માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે.
જુઓ સંપૂર્ણ વિડીયો :
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.