Skip to content

Ojas Bharti News

Get Latest Info About Government Jobs And Government Schemes With Proper Detailing.

Menu
  • HOME
  • LATEST NEWS
    • Cricket
    • Apps
    • INSURANCE
  • AUTO NEWS
    • CAR KNOWLEDGE
      • LATEST CAR NEWS
      • NEW CAR LAUNCH
      • CAR INSURANCE
      • CAR REVIEWS
    • BIKE KNOWLEDGE
      • LATEST BIKE NEWS
      • NEW BIKE LAUNCH
      • BIKE INSURANCE
      • BIKE REVIEWS
  • JOB NEWS
    • Job
    • job mahiti
    • Result
  • YOJANA NEWS
    • Yojana
    • કિસાન યોજના
    • UNCATEGORIZED
  • OTHERS
    • Health tips
Menu
પાટણના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત, મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો.

પાટણના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત, મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો.

Posted on 11/02/2022 by LG Baraiya

પાટણ નાં સરસ્વતી તાલુકાના વહાણાં ગામના વતની બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે લગ્ન પ્રસંગ મા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આસેડા ગામ નજીક બાઇક સ્લીપ ખાઈ જતાં બન્ને મિત્રો ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે બંને મિત્રો ને ખાનગી વાહન મારફતે ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પાલનપુર ખાતે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને ભેરુઓ નું વારાફરતી મૃત્યુ થયું હતું. ઇજા ગ્રસ્ત ભરતજી બચૂજી ઠાકોર નું પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બીજા મિત્ર ભરતજી પ્રધાનજી ઠાકોર નું મહેસાણા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મંગળવાર રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. બંને મિત્રો નું અચાનક મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચઢયું હતું અને આખા ગામમાં જાણે દુઃખ નું વાદળ તૂટી પડ્યું હોય તેવી આફત આવી ગઈ હતી.

અકસ્માત માં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરણિત હતા. અને પરિવારમાં 6 માસ નો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા ની છત્રછાયા ગુમાવી અને તેમના પત્ની પિન્કીબેને તેમના પતિ ની છત્રછાયા ગુમાવતા માં દીકરો નોધારા બની ગયા હતા. એક સાથે એકજ ગામના બે મિત્રો રોડ અકસ્માત મા મોત નિપજતાં આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સરસ્વતી તાલુકાના વહાણાં ગામના ઠાકોર ભરતજી પ્રધાનજી કોલેજ નાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેમના ગણતરી નાં દિવસો મા લગ્ન હતાં. કુટુંબ અને પરિવાર જનો હરખ ભેર લગ્નની તૈયારી કરતા હતા. એક બે દિવસોમાં લગ્ન ની પીથી ચોળવવા ની હતી અને પરિવાર પર આવી મોટી આફત આવી ગઈ. ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ ગુમાવ્યો. ભરતજી પ્રધાનજી ઠાકોર નું મહેસાણા હોસ્પિટલ મા સારવાર દરમિયાન મંગળવારે મૃત્યુ નિપજ્યું હતું.

Also Read
Mahindra Vision S Diesel Automatic: શું આ એસયુવી માર્કેટમાં ભૂકંપ લાવશે? જાણો કિંમત અને ફીચર્સMahindra Vision S Diesel Automatic: શું આ એસયુવી માર્કેટમાં ભૂકંપ લાવશે? જાણો કિંમત અને ફીચર્સ
Plugin developed by ProSEOBlogger. Get free gpl themes.

પાટણના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત, મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો.
LG Baraiya

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।

Recent Posts

  • Mahindra Vision S Diesel Automatic: શું આ એસયુવી માર્કેટમાં ભૂકંપ લાવશે? જાણો કિંમત અને ફીચર્સ 29/01/2026
  • પોલીસ ભરતી મોટું અપડેટ: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે ડાઉનલોડ કરશો કોલ લેટર? 11/01/2026
  • Big Government Job Opportunity In 2026 – આ સરકારી નોકરીઓની જાહેરાતો આવવાની શક્યતા 02/01/2026
  • Pariksha Pe Charcha 2026 Registration 01/01/2026
  • Today’s And Daily Rashifal 01/01/2026

Categories

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Sitemap
  • Terms and conditions
© 2026 Ojas Bharti News | Powered by Superbs Personal Blog theme