આપણે જાણીએ છીએ કે હાલના જમાનામાં બાળકો ને મોબાઈલ ની ખુબજ લત લાગી છે. અને આખો દિવસ મોબાઈલ મા ગેમ રમ્યા રાખે છે. તેવામાં સુરત માં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.
સુરત નાં ઈચ્છાપોર નાં કવાસ ગામના મોબાઈલ ફોન મા ગેમ રમવા બાબતે ઠપકો આપવા બાબતે પિતા ની પુત્રએ હત્યા કરી નાખી હતી. આ ઘટના થી ચકચાર મચી ગયો હતો. શરૂઆત માં આ અક્સમીત ઘટના ખપાવી દેવામાં પ્રયાસ થયા પરંતુ પોલીસ ની પૂછપરછ માં પુત્ર એ હત્યા કરી ની કબૂલાત કરી હતી.
સુરત શહેર નાં એસપી એ કે વર્મા એ જણાવ્યું હતું કે કાવાસ ગામમાં રહેતા 40 વર્ષીય અર્જુન અરુણ સરકાર ને મંગળવાર રાત્રિ નવી સિવિલ હોસ્પિટલ માં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. આ યુવાન 6 દિવસ પહેલા બાથરૂમ માં પડી જવાથી ઇજા થઈ તેવી હિસ્ટ્રી તેના 17 વર્ષીય બાળક અને પરિવારે જણાવી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇચ્છાપોર પોલીસ ને જણાવવામાં આવતા પોલીસે ઇન્કવેસ્ટ ભરવા આવતા ત્યારે મામલો શંકાસ્પદ લાગ્યો.
પોલીસે વધુ તપાસ હાથ ધરતા પિતા ની હત્યા તેના 17 વર્ષીય પુત્ર એ કરી હોવાનું સામે આવ્યું હતું. પુત્ર આખો દિવસ મોબાઈલ મા ગેમ રમ્યા રાખતો હોવાથી તેના પિતા એ ઠપકો આપ્યો એટલે પુત્રએ ગળુ દબાવી ને પિતા ની હત્યા કરી નાખી હતી. આ ઘટના માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય. બાળકો ને મોબાઈલ ની લત નાં લાગવા દેવી જોઈએ.