પાટણ નાં સરસ્વતી તાલુકાના વહાણાં ગામના વતની બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે લગ્ન પ્રસંગ મા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આસેડા ગામ નજીક બાઇક સ્લીપ ખાઈ જતાં બન્ને મિત્રો ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે બંને મિત્રો ને ખાનગી વાહન મારફતે ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પાલનપુર ખાતે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને ભેરુઓ નું વારાફરતી મૃત્યુ થયું હતું. ઇજા ગ્રસ્ત ભરતજી બચૂજી ઠાકોર નું પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બીજા મિત્ર ભરતજી પ્રધાનજી ઠાકોર નું મહેસાણા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મંગળવાર રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. બંને મિત્રો નું અચાનક મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચઢયું હતું અને આખા ગામમાં જાણે દુઃખ નું વાદળ તૂટી પડ્યું હોય તેવી આફત આવી ગઈ હતી.
અકસ્માત માં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરણિત હતા. અને પરિવારમાં 6 માસ નો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા ની છત્રછાયા ગુમાવી અને તેમના પત્ની પિન્કીબેને તેમના પતિ ની છત્રછાયા ગુમાવતા માં દીકરો નોધારા બની ગયા હતા. એક સાથે એકજ ગામના બે મિત્રો રોડ અકસ્માત મા મોત નિપજતાં આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સરસ્વતી તાલુકાના વહાણાં ગામના ઠાકોર ભરતજી પ્રધાનજી કોલેજ નાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેમના ગણતરી નાં દિવસો મા લગ્ન હતાં. કુટુંબ અને પરિવાર જનો હરખ ભેર લગ્નની તૈયારી કરતા હતા. એક બે દિવસોમાં લગ્ન ની પીથી ચોળવવા ની હતી અને પરિવાર પર આવી મોટી આફત આવી ગઈ. ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ ગુમાવ્યો. ભરતજી પ્રધાનજી ઠાકોર નું મહેસાણા હોસ્પિટલ મા સારવાર દરમિયાન મંગળવારે મૃત્યુ નિપજ્યું હતું.
Somebody essentially help to make seriously posts I might state.
That is the very first time I frequented your web page and to this point?
I amazed with the research you made to create this actual submit amazing.
Wonderful activity!