ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022: ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની 823 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ટૂંક સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ધોરણ 12 પાસ અને શારીરિક રીતે મજબૂત ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજરાત વન રક્ષક ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ તારીખ 1 નવેમ્બર 2022 થી 15 નવેમ્બર સુધી ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ભરી શકાશે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયંત્રણ હેઠળ જુદા જુદા જિલ્લાની વન રક્ષક સંવર્ગ વર્ગ – 3ની જગ્યાઓ પર નિમણૂક માટે ઉમેદવાર પસંદ કરવા જગ્યાના સંદર્ભમાં ઉલ્લેખ કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 01/11/2022 થી 15/11/2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વિભાગનું નામ | ગુજરાત વન વિભાગ, ગાંધીનગર |
પોસ્ટનું નામ | ફોરેસ્ટ ગાર્ડ-વન રક્ષક |
કુલ જગ્યાઓ | 823 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ શરૂ થવાની તારીખ | 01 નવેમ્બર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | ojas.gujarat.gov.in |
ઓજસ વનરક્ષક ભરતી 2022
ગુજરાત વનવિભાગ દ્વારા વનરક્ષકની 823 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે માહિતી જોઈ શકો છો.
પોસ્ટનું નામ |
કુલ જગ્યાઓ |
ફોરેસ્ટ ગાર્ડ | 823 |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા HSC (ધોરણ 12 પાસ) અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
શારીરિક ધોરણ
પુરુષ ઉમેદવાર માટે:-
વર્ગ | ઊંચાઈ | છાતી (ફુલાવ્યા વગર) | છાતી (ફુલાવેલી) | વજન |
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે | 155 સે.મી | 79 સે.મી | 84 સે.મી | 50 kg |
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિ સિવાયના) ઉમેદવાર માટે | 163 સે.મી | 79 સે.મી | 84 સે.મી | 50 kg |
મહિલા ઉમેદવાર માટે:-
વર્ગ | ઊંચાઈ | વજન |
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે | 145 સે.મી | 45 kg |
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિ સિવાયના) ઉમેદવાર માટે | 150 સે.મી | 45 kg |
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાત વનરક્ષક ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જઈને તારીખ 1 નવેમ્બર 2022 થી 15 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અરજી ફી
બિન અનામત વર્ગના ઉમેદવાર માટે | રૂ. 100 + અન્ય ચાર્જ |
અન્ય તમામ કેટેગરી માટે | કોઈ ફી નહીં
|
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટી માટે મેરીટ પ્રમાણે તબક્કાવાર બોલાવવામાં આવશે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પગારધોરણ
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો
|
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી FAQ
ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ 15 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.
ગુજરાત વનરક્ષક ભરતીના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરી શકાશે?