હેલો મિત્રો, હાલમાં આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. નહીં પડે સ્ક્રીનશોટ (Screenshot Blocking) ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલેલા વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
WhatsAppનું નવું સિક્યોરિટી ફીચર! હવે નહીં લઈ શકાય ફોટો-વીડિયોનો સ્ક્રીનશોટ.
WHATSAPP
આ ફીચર યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર ઘણા સમયથી ચર્ચામાં હતું. કંપની લાંબા સમયથી તેનું ટેસ્ટિંગ કરી રહી હતી અને હવે આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ (Screenshot Blocking) ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલેલા વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
WABetainfoના રિપોર્ટ અનુસાર ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, WhatsApp View One Photos and Videosનું નવું વર્ઝન રિલીઝ કરવા જઈ રહ્યું છે.
તેનો હેતુ વપરાશકર્તાને સ્ક્રીનશૉટ્સ લેવા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરતા અટકાવીને વપરાશકર્તાઓની ગોપનીયતામાં સુધારો કરવાનો છે. હાલમાં, આ સુવિધા ફક્ત કેટલાક બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ માટે યુઝર્સે Google Play Store પરથી WhatsAppનું લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.
સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર કઈ રીતે કામ કરશે?
જો કોઈ યુઝર View One તરીકે ફોટો કે વીડિયો મોકલે છે તો સ્ક્રીનશોટ લેનાર યુઝરને એક એરર દેખાશે, જેમાં Can’t Take Screenshot Due to Security Policy લખેલું આવશે. આટલું જ નહીં, જો કોઈ યૂઝર થર્ડ પાર્ટી એપથી સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરશે તો તેને સ્ક્રીન બ્લેક દેખાશે.
ફોટા અને વીડિયો માટે ફીચર
જો કોઈ તમારા સંદેશનો સ્ક્રીનશોટ લે છે તો તે તમને ક્યારેય સૂચના મોકલશે નહીં. જો કે સ્ક્રીનશોટ સીધા ગોપનીયતા હેઠળ અવરોધિત કરવામાં આવશે. નવું ફીચર માત્ર ફોટો અને વીડિયો માટે છે. જેથી યુઝર્સ વાતચીતનો સ્ક્રીનશોટ લઈ શકે. આ સિવાય યુઝર્સ હંમેશની જેમ ફોટો અને વીડિયો ફોરવર્ડ, સેવ કે એક્સપોર્ટ કરી શકતા નથી.