ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી કક્ષા ના અભ્યાસક્રમની વર્ષ 2022 – 23 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર ઓનલાઈન અરજીઓ તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી કરવાની રહેશે.PM યશસ્વી સ્કોલરશીપ યોજના અંતર્ગત રાજ્યની 8 અને કેન્દ્રની 2 શિષ્યવૃત્તિ યોજનાનો અમલ અલગ કરવાના બદલે Post Metric Scholarship for OBC,EWS & DNT Students શિષ્યવૃત્તિ યોજના નો અમલ કરવાનો થાય છે. આ યોજના અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 તેમજ રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EWS અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ.2,50000 થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર OBC, EWS & DNT સ્ટુડન્ટસ શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022 – 23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ નો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જૂના વિદ્યાર્થીઓ એ પોતાની અરજી Renewal કરવાની રહેશે. ઓનલાઈન અરજી તારીખ 15/10/2022 સુધી કરી શકાશે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 (અનુસૂચિત જનજાતિ)
મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

અનુસૂચિત જાતિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
મૂળ ગુજરાત અનુસૂચિત જાતિ ના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

યોજનાનું નામ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
રાજ્ય ગુજરાત
શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે? OBC,EWS,DNT અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને
અરજી પક્રિયા ઓનલાઈન
આવક મર્યાદા રૂ.2,50000 થી વધુ ન હોવી જોઈએ
ફોર્મ શરૂ થવાની તારીખ 15/09/2022
ફોર્મની છેલ્લી તારીખ 15/10/2022
ઓફિશિયલ વેબસાઈટ digitalgujarat.gov.in

 

ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

કેન્દ્ર અને સરકાર દ્વારા આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં મદદ કરવા માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવેલો છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ઓફિશિયલ પોર્ટલ digital gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

કેટેગરી પ્રમાણે શિષ્યવૃત્તિ યોજનાઓ

OBC,EWS, DNT અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ નીચે જણાવેલ શિષ્યવૃત્તિ યોજના માટે ડિજિટલ ગુજરાત પરથી ઓનલાઈન અરજી કરી શકશે.ઓનલાઈન અરજી 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી કરી શકાશે.

OBC,EWS અને DNT ના વિદ્યાર્થીઓ માટે

 • PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT Students શિષ્યવૃત્તિ યોજના
 • બીસીકે-૮૦ મેડીકલ, એન્જીનીયરીંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય
 • બીસેકે-૭૯ મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
 • ડી.એન.ટી.-૨ મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
 • બીસીકે-૯૮ એમ.ફીલ, પીએચ.ડી. વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના
 • બીસીકે-૮૧ સી ડો. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
 • બીસીકે-૩૨૫ સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
 • ટયુશન સહાય યોજના

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે

Post Matric Scholarship for SC Students (GOI) (BCK-6.1)

Post Matric Scholarship for SC Students (GOI) (Freeship Card Students Only) (BCK-6.1

Food Bill Assistance to SC Students (BCK-10)

Fellowship Scheme for M.Phil, Ph.D. for SC Students (BCK-11)

Instrumental Help to SC Students (Medical, Engineering, Diploma Students Only) (BCK-12)

Scholarship/Stipend to SC Students for ITI/Professional Courses (BCK-13)

Post Matric Scholarship for SC Girls Students Only (Having annual Family Income More than 2.50 lakh) (State Governmen

Private Tuition Coaching Assistance to SC Students (Science Stream) (Std:11-12) (BCK-7)

Tablet Assistance to SC Students (BCK-353)

અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે

Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships

Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships (Freeship Card Students Only)

Post Matric Scholarship for ST Girls (Having annual Family Income more than 2.50 Lac)

Post-Matric Scholarship For ST Girls (Having annual family income more than 2.50 Lac) (Freeship Card/M Loan Student Only)

Food Bill Assistance to ST Students

Swami Vivekanand Scholarship for ST Students studying in ITI

Financial Assistance to Purchase of Instruments for Medical and Engineering Students

Financial Assistance for 12th passed out ST student for the purchase of Tablet.

Coaching Assistance for Competitive exam and additional tution Assistance during course of study

Fellowship Scheme for ST student studying in P.Hd. (will be started from Date : 01/10/2022)

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના રજિસ્ટ્રેશન

 • સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ Digital Gujarat Portal પર Citizen તરીકે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • નવું રજિસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email Id તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે,જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
 • રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
 • રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર,ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
 • જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ ૨૦૧૮-૧૯, વર્ષ ૨૦૧૯-૨૦, વર્ષ ૨૦૨૦-૨૧ કે વર્ષ ૨૦૨૧-૨૨માં શિષ્યવૃતિ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃતિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
 • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ ‘Forget Password’ પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. ‘Forget Password’ મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
 • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની SC/ST/ OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઇલમાં મોબાઈલ નંબર બદલાવી શકે છે.

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે

 • જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ઓનલાઈન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક ‘Renewal’ મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફેશ એપ્લાય કરવાનું નથી ‘Re newal’ બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો ચકાસી લેવાની રહેશે અને રીન્યુઅલ માટે જરૂરી એવી ગત વર્ષની માર્કશીટ, ફી ભર્યાની પહોંચ વિગેરે અપડેટ કરી અરજી સેન્ડ કરવાની રહેશે. જો આવકના દાખલાને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોય કે આવકમાં કોઈ ફેરફાર થયેલ હોય તો તે પણ ફરી અપલોડ કરવાના રહેશે.
 • જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃતિ મળેલ હતી અને તેનુ ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટીક ‘Renewal’ મોડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ Request a New Service’ મેનુમા જઇને વર્ષ ૨૦૨૨-૨૩ માટે લાગુ પડતી યોજનામાં ફ્રેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે

 • જે વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી ‘Login’ મેનુ પર ક્લીક કરી ‘Citizen Login’ માં જઇ પોતાના Id Password થી લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ ‘Request a New Service’ પર ક્લીક કરવાનું રહેશે.
 • ત્યારબાદ ‘Scholarship’ option માં જઇ Select Financial Year મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ સીલેક્ટ કરી પોતાની કેટેગરી પસંદ કરીને હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનું રહેશે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

 • દરેક વિદ્યાર્થીએ પોતાની અરજી કરતા પહેલા તેઓના આધારનંબર જે બેંક એકાઉન્ટ જોડે લીંક (સીંડીંગ) કરાવેલ હોય તે ચકાસીને તે જ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે.
 • દરેક વિદ્યાર્થીએ પોતાનો આવકનો દાખલો સક્ષમ અધિકારીનો, જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો, આધાર કાર્ડ, બેંક પાસબુકનું પ્રથમ પાનું, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફી ની રસીદ, પાસ કરેલ માર્કશીટ, ગેપ અંગેનું એફીડેવીટ (જો અભ્યાસક્રમમાં તૂટ હોય તો), હોસ્ટેલરનું સર્ટીફીકેટ JPEG, JPG, JPE, PDF ફોરમેટમાં 200KB થી ઓછી સાઇઝમાં ઓરીજીનલ ડોક્યુમેન્ટસ સ્કેન કરીને પછી જ ફોર્મ ભરવા બેસવું જેથીએક જ સમયે ફોર્મ ભરી શકાય.
 • જે વિદ્યાર્થીઓએ રીશફલીંગમાં તમારો આ વર્ષનો ચાલુ અભ્યાસક્રમ છોડીને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ છે. અને અગાઉ સ્કોલરશીપનું ફોર્મ ભરાઈ ગયેલ છે તેવા કિસ્સામાં તમારૂં અગાઉ ભરેલ ફોર્મ જો તમારા લોગીનમાંથી ક્લોઝ (close) કરવાનું રહેશે અને જો તે અરજી વ્યુ (View) ઓપ્શનમાં દેખાતી હોય તો જે તે કોલેજનો સંપર્ક સાધી તેને રીટર્ન કરાવી ક્લોઝ (Close) કરવાની રહેશે. ત્યારબાદ તમે રીશફલીંગમાં પ્રવેશ મેળવેલ નવા અભ્યાસક્રમને ફોર્મ ભરી શકશો.
 • મૂળ ગુજરાત રાજ્યના OBC/EWS/DNT અને અનુ.જનજાતિનાં વિદ્યાર્થી હોય પરંતુ ગુજરાત બહારનાં રાજ્યમાં પ્રવેશ મેળવેલ હોય તો તેઓએ શિષ્યવૃતિ યોજનાનું ફોર્મ ભરતી વખતે Registration Details – Current Address માં તમારા અભ્યાસક્રમનાં રાજ્ય તથા જિલ્લાની વિગત ભરવાની રહેશે. તમારી સંસ્થાનાં AISHE code ની વિગત ઓનલાઈન ભરવાની રહેશે તથા સંસ્થાની માન્યતા, અભ્યાસક્રમની માન્યતા, FRC નો Letter વગેરે જરૂરી આધાર-પુરાવા તમારા મૂળ વતનની જિલ્લા કચેરીમાં જમા કરવામાં આવશે.
 • રાજ્ય બહારની સંસ્થાઓએ તેઓના AISHE code સહિતની સંસ્થાની તમામ વિગત gujaratscholarshiphelp@gmail.com ઉપર મોકલવાની રહેશે.

 

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ યાદી

 • વિદ્યાર્થીનો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલો
 • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો વાલીનો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો આદેશ/આધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.)
 • વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ
 • બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે/ જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક/ચેક)
 • ધોરણ ૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તેનું સોગંધનામુ
 • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)
 • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનુ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર
 • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • વિદ્યાર્થીનીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
 • આધારકાર્ડ
 • જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષાંગિક પુરાવા
જાહેરાત વાંચવા OBC,EWS અને DNT માટે
અનુસુચિત જાતિ માટે
અનુસુચિત જનજાતિ માટે
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ FAQ

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરી શકાશે?

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના ફોર્મ digital gujarat.gov.in પરથી ભરી શકાશે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2022 – 23 ના ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે?

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2022 – 23 ના ફોર્મ ભરવાનો સમયગાળો 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર 2022 છે.

ગુજરાત ડિજિટલ પોર્ટલ નો હેલ્પલાઇન નંબર કયો છે?

વિદ્યાર્થીઓ ને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે જરૂર જણાય તો હેલ્પલાઇન નંબર 18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment