દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું? તમામ માહિતી

 1. દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું?:નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 28 મે 2020ના રોજ સત્તાવાર રીતે આધાર કાર્ડ આધારિત ઇ – કેવાયસી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાની શરૂઆત થયા પછી પાનકાર્ડ મેળવવું સાવ સરળ થઈ ગયું છે, હવે ફક્ત 10 મિનિટમાં નવું પાનકાર્ડ ઘરેબેઠા બનાવી શકાશે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા E Pan નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા થકી જો તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો ફક્ત 10 મિનિટ માં નવું ડિજિટલ પાનકાર્ડ ઘરે બેઠા બનાવી શકાશે.

દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું?

નાણામંત્રી નિર્મલા સીતા રમણ દ્વારા બજેટ 2020 માં તાત્કાલિક ઈ – પાન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી એ તેમના ભાષણમાં કહ્યું હતું કે PAN નંબરની ફાળવણી ને સરળ બનાવવા માટે અમે નવી સુવિધા ટૂંક સમયમાં શરૂ કરીશું. જો તમારી જોડે આધારકાર્ડ છે અને તેમાં મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવેલો છે તો તમે આ સુવિધા નો લાભ ઘરેબેઠા મેળવી શકશો.

પોસ્ટનું નામ દસ મિનિટમાં પાનકાર્ડ મેળવો ઘરેબેઠા
શરૂ કરનાર નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમન
વિભાગનું નામ નાણાં વિભાગ
અરજી પ્રકાર ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in

આ યોજનાને e – PAN નામ આપવામાં આવ્યું છે. CBDT દ્વારા આ યોજના અંગે તમામ માહિતી આપવામાં આવી છે. આ સુવિધા શરૂ થયા પછી તમે કોઈપણ ફી વગર તમારો ઇલેક્ટ્રોનિક પાન નંબર ફક્ત 10 મિનિટમાં ઘરેબેઠા મેળવી શકો છો. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત પ્રાયોગિક ધોરણે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ નાણાં મંત્રાલય ની મંજૂરી મળતા આ સુવિધા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છે.

દસ મિનિટમાં પાનકાર્ડ કઈ રીતે બનાવવું તેની સ્ટેપ By સ્ટેપ માહિતી

શુ તમારી પાસે પાનકાર્ડ નથી? અને આજે તમારે પાનકાર્ડ ની સખત જરૂર છે, તો તમારે એના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પોસ્ટમાં અમે 10 મિનિટ માં ઘરેબેઠા પાનકાર્ડ કઈ રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી આપીશું.

 • સૌ પ્રથમ ઇન્કમટેક્ષ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal ઓપન કરો.
 • ત્યારબાદ આપેલ ઘણાબધા વિકલ્પોમાંથી Instant E – Pan નો ઑપ્સન સિલેક્ટ કરો.
 • નવા પેજમાથી Get New e – PAN ઑપ્સન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર એન્ટર કરો અને I Confirm That પર ટિક કરી ને Continue પર ક્લિક કરો.
 • ન્યૂ પેજમાં Declaration માટેની માહિતી હશે તેને વાંચીને નીચે ચેક બોક્સમાં ટીક કરીને Continue બટન પર ક્લિક કરો.
 • તેના પછીના પેજમાં મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો અને ચૅકબોક્સ માં ટિક કરીને Continue પર ક્લિક કરો.
 • ત્યારબાદ નવા પેજમાં આધારકાર્ડ મુજબની તમારી બેઝિક ડિટેલ્સ દેખાશે તેને ચેક કરીને I Accept That પર ટિક કરીને Continue પર ક્લિક કરો.
 • ત્યારબાદ લાસ્ટ પેજમાં Your Request for e – PAN has been submitted successfully લખેલું આવશે.

આમ, આ રીતે ઘરેબેઠા તમે e – Pancard માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો.

Instant e – PAN નું સ્ટેટ્સ ચેક કરો

ઈ પાનકાર્ડ માટે એપ્લાય કર્યા બાદ તમારી અરજી સ્વીકારવામાં આવી છે અથવા તેનું સ્ટેટ્સ ચેક કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો….

 • સૌ પ્રથમ ઓફિશિયલ https://www.incometax.gov.in/iec/foportal વેબસાઈટ ની મુલાકાત લો.
 • ત્યારબાદ Instant E – Pan ના વિકલ્પ પર ક્લિક કરો.
 • નવું પેજ ઓપન થાય એમાં Check Status/Download PAN પર ક્લિક કરો.
 • ત્યારબાદ પછી જે પેજ ઓપન થાય એમાં તમારો આધાર નંબર દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
 • ત્યારબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે OTP આવે તે દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
 • છેલ્લા પેજમાં તમારા પાનકાર્ડ નું સ્ટેટ્સ બતાવશે. જો પાનકાર્ડ જનરેટ થઈ ગયું હોય Download e – PAN પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો.
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
પાનકાર્ડ નું સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટે અહીં ક્લિક કરો

e – PAN કાર્ડ FAQ

e – PAN શુ છે?

ઇ પાનકાર્ડ એ પાનકાર્ડ ની ડિજિટલ કોપી છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પાનકાર્ડ ખોવાઈ જાય તો નવું પાનકાર્ડ બનાવી શકાય છે?

ના, ભારત સરકારની ગાઈડલાઈન મુજબ એક વ્યક્તિ ફક્ત એક PAN નંબર આપવામાં આવે છે, જો પાનકાર્ડ ખોવાઈ જાય તો વ્યક્તિ ડુપ્લીકેટ પાનકાર્ડ માટે અરજી કરી શકે છે.

ઇન્કમટેક્ષ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

આવકવેરા વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in છે.

Leave a Comment