સુરતમાં સ્ટંટ નાં વિડિયો બનાવવાનો શોખીન મિતે કર્યો આપઘાત. તમે પણ તમારા બાળક ને ફોન આપો છો તો વાંચો આ ઘટના

આપણે જાણીએ છીએ કે આજકાલ આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે. અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા વાપરતા હસે. અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવા વિડિયો બનાવે છે જે તેમને એવું લાગે છે કે તેઓ રાતો રાત ફેમસ બની જશે. તેમાં ખાસ કરી ને યુવાનો પોતાના જીવ નાં જોખમે વિડિયો બનાવતા હોય છે.

તેવામાં સુરત નાં સરથાણા માં એક કિસ્સો સામે આવ્યો છે. તેના એક 13 વર્ષ નો કિશોર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરત નાં સરથાણા માં એક સ્ટંટ નાં વિડિયો બનાવવાનો શોખીન 13 વર્ષ નો મિત નામનો બાળક કે જે 8માં ધોરણ માં અભ્યાસ કરતો હતો. જે તેના ઘર ની બાલ્કની માંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જાણવામાં એવું મળ્યું છે કે મિત સતત મોબાઈલ મા વિડિયો બનાવતો હતો એટલે તેની માતાએ તેની પાસેથી મોબાઇલ લઈ લીધો હતો.

મૂળ અમરેલી નાં વતની અશ્વિન વિરડિયા ઘણા સમય થી પોતાના પરિવાર સાથે સુરત મા રહે છે અને તેમને એક દીકરી અને એક દીકરો મિત હતો. તે સોશિયલ મીડિયા માં સ્ટંટ નાં વિડિયો બનાવવાનો ઘણો સોખિન હતો. અને તેની બાલ્કની માં વિડિયો બનાવવો ખુબજ ગમતો હતો એટલે તેને ફક્ત મોબાઈલ માટે જીવન ટુંકાવ્યું.

Leave a Comment