31મે સુધી બેંકના ખાતામાં રાખો આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

31મે સુધી બેંકના ખાતામાં રાખો આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

કોરોના કાળમાં કેન્દ્ર સરકારની બે યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે. PMJJBY અને PMSBY હેઠળ વીમાની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે, તો આ મહિને ચોક્કસપણે તમારા બેંક ખાતામાં 342 રૂપિયા રાખો. જો તમે આવું નહીં કરો તો તમને 4 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની પ્રીમિયમ રકમ ખાતાધારકના બચત ખાતામાંથી બેંક દ્વારા ઓટો ડેબિટ સુવિધા દ્વારા જમા કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ ફક્ત બચત ખાતા દ્વારા આ યોજના માટે પાત્ર બનશે.

કુલ 4 લાખ રૂપિયાનો મળે છે વીમો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ કુલ 4 લાખ રૂપિયા વીમો મળે છે. PMJJBYમાં 55 વર્ષ સુધીની ઉંમર સુધી લાઇફ કવર મળે છે. આ એક પ્રકારનો ટર્મ ઇન્શ્યોરન્સ છે જે દર વર્ષે રિન્યૂ કરવો પડે છે. આમાં વીમાધારકના મૃત્યુ થવા પર તેમના પરિવારના સભ્યો સરકાર સમક્ષ 2 લાખ રૂપિયા માટે ક્લેમ કરી શકે છે. તેમાં અન્ય બીમારીઓ સહિત કોરોના મહામારીને પણ કવર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે છે, તો પણ પરિવારજનો પૈસા માટે ક્લેમ કરી શકે છે. આ યોજના દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે.

12 રૂપિયામાં 2 લાખનું કવર

PMSBY માટે 18-70 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે. યોજનાનો લાભ લેવા માટે બચત ખાતું હોવું ફરજિયાત છે. આ યોજના અંતર્ગત, વીમા લેનારનું અકસ્માતમાં મૃત્યુ થવા પર અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. સ્થાયી ધોરણે આંશિક રૂપે અપંગ થવા પર રૂ.1 લાખનું કવર મળે છે. 18થી 70 વર્ષ સુધીની વયના ભારતીયો PMSBYનો લાભ લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.

કોણ ઉઠાવી શકે છે આ યોજનાનો લાભ

18થી 50 વર્ષની વયની વ્યક્તિ PMJJBY યોજનાનો લાભ મેળવી શકે છે. તો 18થી 70 વર્ષની વયની વ્યક્તિ PMSBYનો લાભ ઉઠાવી શકે છે.

કેવી રીતે કરવી અરજી

જો તમે આ યોજના અંતર્ગત પોલીસી લેવા માંગતા હો, તો તમે કોઈ પણ બેંકમાં સીધા જઇ શકો છો અને આ યોજના માટે અરજી કરી શકો છો. આ સિવાય અન્ય વિકલ્પો પણ છે કે જેના દ્વારા તમે આ પોલિસી લઈ શકો છો. આમાં બેંક મિત્રા, વીમા એજન્ટો અને સરકારી અને ખાનગી વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

જો સમયસર પ્રીમિયમ જમા કરાવવામાં ન આવે તો પોલિસી રદ કરવામાં આવે છે અને પછી રિન્યૂ કરવામાં આવતી નથી. પ્રીમિયમ બેંકના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. બેંક ખાતામાં પ્રીમિયમની રકમ ન હોય ત્યારે પોલીસી રદ કરવામાં આવે છે. જો કોઈ કારણસર તમારું બેંક એકાઉન્ટ બંધ છે, તો તે સ્થિતિમાં પોલીસી રદ થઈ શકે છે.

1 thought on “31મે સુધી બેંકના ખાતામાં રાખો આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન”

Leave a Comment