NTPC Recruitment 2025 (સરકારી નોકરી એનટીપીસી ભરતી 2025): NTPC ભરતી 2025 માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની કેટલીક મહત્વની માહિતી અમે આ લેખ માં એકત્ર કરી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ આ લેખ છેલ્લે સુધી વાંચવો.
NTPC Recruitment 2025 (સરકારી નોકરી NTPC ભરતી 2025): સરકારી નોકરીની રાહ જોઈ રહેલા એન્જીનિયર ઉમેદવારો માટે નોકરીની સોના જેવી તક આવી ગઈ છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) લિમિટેડે એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનીની કુલ 475 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ સરકારી કંપનીમાં નોકરી કરવામાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
NTPC Recruitment 2025 માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે દરેક મિત્રોએ આ લેખ છેલ્લે સુધી ધ્યાનથી વાંચવું.
NTPC Recruitment 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) |
પોસ્ટ | એન્જિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની |
જગ્યા | 475 |
વયમર્યાદા | વધુમાં વધુ 27 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | career.ntpc.co.in |
NTPC Recruitment 2025 માટે એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેઇની પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
વિદ્યુત | 135 |
યાંત્રિક | 180 |
ઈલેક્ટ્રોનિક્સ/ઈન્સ્ટ્રુમેન્ટેશન | 85 |
સિવિલ | 50 |
ખાણકામ | 25 |
કુલ | 475 |
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ સાથે સંબંધિત વિષયમાં પૂર્ણ સમયની એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
- ઉમેદવારે એન્જિનિયરિંગ (GATE)-2024માં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હાજરી આપી હોવી જોઈએ. યોગ્યતા અને પાત્રતા વિશે વધુ વિગતો જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
- અરજી માટેની વધારે માં વધારે વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- ઉંમરની ગણતરી ફેબ્રુઆરી 11, 2025ના રોજ થી કરવામાં આવશે.
- અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય પછાત વર્ગ/ભૂતપૂર્વ સૈનિક જેવા વિવિધ કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
અરજી કરનાર ઉમેદવારોએ એન્જીનિયરિંગ (GATE) 2024 માં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે હાજર રહેવું અને પરીક્લાષા આપી લાયક બનવું આવશ્યક છે. અરજી કરેલ ઉમેદવારોને GATE-2024 માં તેમના મેરીટ અને સંસ્થાની જરૂરિયાતના આધારે દસ્તાવેજ ચકાસણી(Document Verification) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને પગાર તરીકે ₹ 40,000 અંકે રૂપિયા ચાલીસ હજાર માસિક આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોએ એક વર્ષની તાલીમ ફરજીયાત પૂર્ણ કરવાની રહેશે.
અરજી માટે કેટલી ફી ચૂકવવાની રહેશે?
NTPC ભરતી 2025 ભરતી અંતર્ગત અરજી કરવા માટે સામાન્ય, અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વિભાગના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹ 300 ચૂકવવા પડશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ શ્રેણીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણી તદ્દન નિશુલ્ક રાખવામાં આવી છે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી.
- GPSC Recruitment 2025 : હિસાબી અધિકારી વર્ગ -2ની ભરતી, અહીં વાંચો બધી ડીટેઇલ
- GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ગ-2ની ભરતી, અહીં વાંચો બધી માહિતી
- CISF ભરતી 2025 : ધોરણ 12 પાસ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની તક, ₹69,100 સુધી પગાર, વાંચો બધી માહિતી
અરજી પ્રક્રિયા વિશે જાણો
ખાસ સુચના : લાયકાત ધરાવતા ઉમેદવારોએ NTPC EET-2024 માટે વેબસાઇટ career.ntpc.co.in પર ઑનલાઇન અરજી કરવાની અને GATE-2024 નોંધણી નંબર સાથે www.ntpc.co.in પર કારકિર્દી વિભાગની મુલાકાત લેવાની જરૂર છે.
ઉમેદવારોએ 13 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।