GPSC Recruitment 2025 : હિસાબી અધિકારી વર્ગ -2ની ભરતી, અહીં વાંચો બધી ડીટેઇલ
GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ અમારો સંપૂર્ણ લેખ છેલ્લે સુધી વાંચવા વિનંતી છે.
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારની નોકરી મેળવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે.
જીપીએસસીની આ ભરતી અંતર્ગત નાણા વિભાગમાં હિસાબી અધિકારી, વર્ગ-2ની કુલ 39 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ અમારો લેખ છેલ્લે સુધી વાંચવા નમ્ર અપીલ છે.
GPSC Recruitment 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| પોસ્ટ | હિસાબી અધિકારી |
| જગ્યા | 39 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 20થી 37 વર્ષ વચ્ચે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
GPSC Recruitment 2025 ની પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 14 |
| આર્થિક રીતે નબળા વર્ગો | 3 |
| સા.અને શૈ.પ.વર્ગ | 13 |
| અનુ.જાતિ | 1 |
| અનુ.જનજાતિ | 8 |
| કુલ | 40 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મમલતદારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હોવી જોઈએ.
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોમર્સની સ્નાતકની ડિગ્રી (B.com)/ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A)/ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ્સ (I.C.W.A)/ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
- ઉમેદવારોને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
- ઉમેદવારને હિન્દી અને ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા
- અરજી કરનાર ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 37 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹44,900થી ₹1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ લીન્ક્સ:
| ઓફીશીયલ વેબસાઈટ | અહિયાં ક્લિક કરો’ |
| ઓફીશીયલ નોટીફીકેશન | અહિયાં ક્લિક કરો’ |
| લેટેસ્ટ ભરતી સમાચાર | અહિયાં ક્લિક કરો’ |
નોટ : ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત હિસાબી અધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક અવશ્ય વાંચન કરવું ફરજીયાત છે. અન્યથા ભૂલ થવાની શક્યતા વધી જાય છે.

5 Comments